શ્રીજીમહારાજ ચરણકમળથી ૩૨ વખત પાવન થયેલી અતિ પ્રાસાદિક ભૂમિ બૂધેજ ગામમાં નિત્યાનંદ સ્વામીએ બંધાવેલ સભામંડપ, પ્રવેશદ્વાર, મૂળજી બ્રહ્મચારીએ સ્થાપેલ હનુમાનજી મહારાજ, શ્રીહરિએ નીલકંઠ વર્ણી વેશે પરમ ભક્ત ખોડભાઈના ઘરમાં કડુ ઝાલીને ઊભા હતા તે ઐતિહાસિક અતિ પ્રાસાદિક મકાન, થાળી, દાતણ, ધી પીધું તે વાટકો અને તમામ પ્રકારના ચામડીના રોગોને મટાડનારી અતિ પ્રાસાદિક હરિ તલાવડી. આ હરિ તલાવડીનો એવો મહિમા છે, તેની સાખી :- કાશીની માસી, મથુરાની મા અને ભાગીરથીની ભગીની એવી આ શ્રીહરિની હરિ તલાવડી. અર્થ:- જે ફળ કાશીની ગંગાજીમાં, મથુરાની યમુનાજીમાં અને હરિદ્વારની ભાગીરથીમાં સ્નાન કરવાથી થાય તે આમાં એક વાર સ્નાન કરવાથી થાય તેવી આ મહાતીર્થભૂમિ છે. આ તીર્થભૂમિ ના દર્શન કરતાં પૂ શાસ્ત્રીજી સ્વામી તથા બુધેજ મંદિરના કો. નારાયણ ચરણદાસજી સ્વામી.