શ્રીજીમહારાજ ૩૨ વખત જે મહાપ્રસાદીભૂત પધારેલા તે ગામ સીંજીવાડાની પાવન ભૂમિમાં બ્રહ્માનંદ સ્વામીએ અધમ ઉદ્ધારણ કીર્તન ગાન કર્યું , ત્યારે શ્રીજીમહારાજ જે લાકડાના સ્થંભમાંથી પ્રગટ થયા તે સ્થંભ, માણકી ઘોડી બાંધતા તે સ્થળ, જે જગ્યામાંથી અર્થી અને ડોલી કયારેય ન ઉઠે તે પ્રાસાદિક મકાન અને પ્રસાદીની કુઈના દર્શન કરતાં પૂ. શાસ્ત્રીજી સ્વામી, સંતમંડળ અને શ્રી ધીરુભાઈ દામાણી, સંજયભાઈ કનુભાઈ આદિક ભકતજનો.